HomeGujaratવાંકાનેરના જીનપરા જકાતા નાકા પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત,...

વાંકાનેરના જીનપરા જકાતા નાકા પાસે ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

વાંકાનેરના વેલનાથપરામાં રહેતા ભરતભાઇ પ્રવિણભાઇ સારલાએ આરોપી GJ-11-Y-9466 નંબરના ટ્રક ચાલક સામે ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, ભરતભાઇના પિતા- માતા GJ-03-EM-0668 નંબરનું ડિસ્કવર લઇને વાંકાનેર થી મોરબી તરફ જતા ને.હા.રોડ ઉપર જતા હોય ત્યારે આ આરોપીએ પોતાના હવાલા વાળો GJ-11-Y-9466 નંબરનો ટ્રક પુરઝડપે અને બેફીકરાયથી માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી ભરતભાઇના પિતાના ડિસ્કવર બાઈક સાથે ભટકાડી દઈ રોડ ઉપર પછાડી દઈ સાહેદ-પ્રવિનભાઇ હેમુભાઇ સારલાને કપાળના ભાગે તથા જમણી આંખ ઉપર તથા જમણા પડખામા તથા જમણા પગમા ગંભીર ઇજાઓ થયેલ તથા મરણ જનારા શારદાબેન પ્રવિણભાઇ સારલા ઉવ.55 રહે.વેલનાથા પરા વાંકાનેર વાળાને માથાના ભાગે તથા છાતીના ભાગે વ્હીલ ફરી જતા ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ આધારે આરોપી સામે ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW