HomeGujaratસોશિયલ મીડિયામાં બંધુક સાથે ફોટો અપલોડ કરનાર યુવકની ધરપકડ

સોશિયલ મીડિયામાં બંધુક સાથે ફોટો અપલોડ કરનાર યુવકની ધરપકડ

મોરબી SOG પોલીસને ઇન્સ્ટાગ્રામ આઈ.ડી. deshi_boy_baval ઉપર હથિયાર સાથેના ફોટા અને વિડીયો પોસ્ટ થયાની માહિતી મળતા તેની તપાસ કરવા સૂચના કરી હોય તે દરમિયાન SOG પોલીસ સ્ટાફને ખાનગી બાતમી આધારે ઉપરોક્ત આ આઈ.ડી. સંચાલકની ઓળખ કરી તેને હળવદના ભલગામડા ગામે પલાસણ ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બાવલભાઈ વિઠ્ઠલભાઈ દેત્રોજા રહે. ભલગામડાં તા.હળવદ વાળાએ બે વર્ષ પહેલા પોતાના સંબંધી છેલાભાઈ મનજીભાઈ ઉઘરેજા રહે. ભલગામડાં તા.હળવદ વાળાના લાયસન્સવાળા સીંગલ બેરલ મજલ લોડ હથિયારથી પોતાના મોબાઈલમાં ફોટો પાડી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આવા કૃત્યથી સમાજમાં ભયનું વાતાવરણ સર્જાય તેવી શક્યતા હોવાને કારણે SOG પોલીસે સીંગલ બેરલ મજલ લોડ હથિયાર કિં.રૂ. 10,000, વીવો કંપનીનો મોબાઈલ ફોન કિં.રૂ.5000 એમ કુલ રૂ.15,000ના મુદ્દામાલ સાથે બન્ને આરોપીની અટક કરી તેમની વિરૂદ્ધ હળવદ પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનાની નોધ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW