મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના વણકરવાસ પ્રાથમિક શાળાની પાસે રેડ કરી હતી. જ્યાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા રોમનસિંહ ઓમપ્રકાશ પાલ, ત્રિલોકસિંધ દર્શંનસિંગ સેગર, બ્રજમોહનભાઈ પ્રહલાદભાઇ સુથાર, રૂશ્તમસિંહ મહેન્દ્રસિંહ સેગર, અતુલ સિંધ રામપ્રકાશસિંગ તોમર, અનુરાગસિંહ પરાગસિંહ સેગાર અને અમિતભાઈ રમેશભાઈ સેગાર નામના સાત જુગારીઓને કુલ રૂપિયા 11,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

