HomeGujaratઆંગણવાડી,આરોગ્ય કર્મીઓ મધ્યાહ્નભોજન સહિતના કર્મીઓની માંગણી મુદે અમદાવાદમાં યોજાનારી આક્રોશ રેલીમાં ભારતીય...

આંગણવાડી,આરોગ્ય કર્મીઓ મધ્યાહ્નભોજન સહિતના કર્મીઓની માંગણી મુદે અમદાવાદમાં યોજાનારી આક્રોશ રેલીમાં ભારતીય મજદૂર સંઘના 800 કાર્યકરો જોડાશે

તા 10 નવેમ્બર ના રોજ ભારતીય મજદૂર સંઘના નેજા હેઠળ અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ પર  જન આક્રોશ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે આં જન આક્રોશ રેલીનો ઉદ્દેશ પી એમ પોષણ યોજનામાં ખાનગીકરણ અટકાવવા,આશા વર્કરને 10 દિવસ ના વિઝીટના પૈસા ચૂકવવાના બદલે 30 દિવસના પૈસા ચુકવવા, જીએમડીસી ના કર્મચારીઓને પ્રોફિટલીંક ઇન્સેટીવ આપવા,ટર્મ પ્લાન ઇન્સેટીવ,કામગીરી કરવા મોબાઈલ અને લેપટોપ આપવા,જી આઈ એમ એફ એમ માં ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૧૧ માસના કરાર આધારિત કર્મચારીઓનો પગાર વધારો કરવો આંગણવાડી વર્કરને બી એલ ઓ કામમાંથી મુક્તિ આપવા બોર્ડ નિગમના કર્મચારીઓને 25 લાખની ગ્રેચ્યુટીનો લાભ આપવા ગુજરાત મેરીટાઈમ બોર્ડના કર્મચારીઓને કેશ લેશ મેડીકલ સુવિધા આપવા ઉચ્ચત્તર પગાર ધોરણનો લાભ આપવા તેમજ એસ ટી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાઈવર અને કન્ડકટર અને અન્ય કર્મીઓના ૭ માં પગાર પંચ મુજબ પગાર વધારામાં આવતી વિસંગતતા દુર કરવાની માંગણી સાથે વિશાળ રેલી અને વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે જેમાં મોરબીથી મોરબી જિલ્લા મજદૂર સંઘના મહામંત્રી પ્રણવ ઠાકરની આગેવાનીમાં ૮૦૦ કર્મીઓ જોડાશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW