હળવદના ભલગામડા ગામે રહેતા રઘુભાઈ બનેસંગભાઈ ભાટિયાએ આરોપી સામતભાઇ રામજીભાઇ ઝાપડા, જીગ્નેશસિંહ સુખદેવસિંહ ઝાલા અને હરદિપસિંહ સુખદેવસિંહ ઝાલા સામે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આ ત્રણેય આરોપીએ પોતાની બોલેરો કેમ્પર આવી ફરીયાદી રઘુભાઈને કે ભલગામડા ગામમાં આવેલ 220 કે.વી સબસ્ટેશન બનતુ હોય જેમા તમે કેમ અમારી રેતી નાખવા નથી દેતા તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ આ ત્રણેય જણાએ ફરીયાદી રઘુભાઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

