હળવદ પંથકમાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં રેતી ચોરીના બનાવો અવારનવાર સામે આવે છે અને તંત્રના ઉદાસીન વલણના પગલે રેતી વેચાણનો ગેર કાયદે ચાલતો ધંધો ફુલ્યો ફાલ્યો છે ત્યારે રાજકોટ ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા હળવદમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ધનાળાના ફાટક પાસેથી એક રેતી ભરેલું ડમ્પર જ્યારે ચાડધ્રા પાસે ખનન કરતું હીટાચી મશીન ઝડપી પાડ્યું હતું.
મળતી માહિતી મુજબ રાજકોટ દ્વારા હળવદના અલગ અલગ વિસ્તારોમાં દોરોડો પાડવામાં આવ્યો હતો જેમાં ચાડધ્રા પાસે બ્રાહ્મણી નદીમાં રેતીનું ખનન કરતું હિટાચી મશીન ઝડપી પાડ્યું હતું તો સાથે જ ધનાળા ફાટક પાસેથી જગદીશભાઈ નાજાભાઇ સરૈયાનુ ડમ્પર જીજે 36 વી 8919 ઝડપી પાડ્યું હતું ખાણ ખનીજ વિભાગે બંને વાહનોને પોલીસ હવાલે કરી દંડ ફટકારવાની કાર્યવાહી કરી હતી.

