મોરબી કન્યા છાત્રાલય રોડ પર આવેલ સરદારનગર-1માં રહેતા અશોકભાઇ દામજીભાઇ કોટડીયાએ (1) Billdesk A/C No.-:PLSREFERREMARKS તથા (2) Billdesk A/C No.-: BHDFJBIOOJOAR1ના ધારકો વિરુદ્ધ સીટી એ-ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા જણાવ્યું હતું કે, આ આરોપીએ અશોકભાઇના મોબાઈલના વોટ્સેપ નંબર ઉપર આર.ટી.ઓ ચલણ APK. ફાઇલનો મેસેજ મોકલતા અશોકભાઇએ આ ફાઇલ ઓપન કરતા કોઇ અજાણ્યા ઇસમ આરોપીએ અશોકભાઇનો મોબાઇલ હેક કરીનેફરી.ના HDFC Bank Account No.24991000 004002 એકાઉન્ટમાંથી ઉપરોક્ત કોલમ નં-2માં જણાવેલ એકાઉન્ટમાં કુલ રૂ.3,33,500 ટ્રાંસફર કરી મેળવી લઇ અશોકભાઇ સાથે ઠગાઇ કરી હતી.

