સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો છે, તેણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. માત્ર આ એક જ કમોસમી વરસાદ નહિ છેલ્લી 7 સી ઝનમાં ખેડૂતોએ વાવાઝો ડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે એમાંય છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024-25 અને ચા લુ વર્ષ 2025-26માં તો ખેડૂતોની કમ્મર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ-ઓગસ્ટ 2024ની અતિ વૃષ્ટિ, ઓક્ટોબર 2024નો કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025ની અતિવૃષ્ટિને અત્યારે ઓક્ટોબર 2025નો કમોસમી વરસાદે ખેડૂતોને પડ્યા પર પાટુ મારી છે.
અત્યારે છેલ્લા 5-7 દિવસથી જે રીતે અડધા ઇંચ થી લઈને 15-15 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે, ત્યારે રાજ્ય સરકારે ભાજપના ધારાસભ્યો, સાસંદસભ્યો, જિલ્લા પ્રમુખોને આદેશ કર્યો હોય તે રીતે આ બધા જ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપના આદેશના ઈશારે નાટક કરવા પૂરતા જ ખેડૂતોના ખેતરોમાં ગમબુટ પહેરીને પહોંચ્યા તો કોઈ મંત્રીને તો ખેડૂતો ની ખેત પેદાશમાં વાસ આવતી હતી, ત્યારે સવાલ એ થાય છે કે, આ તમામ લોકો ખેડૂતોના હમદર્દ બનવા આવ્યા હતા કે સરકા રના આદેશનો અમલ કરી ખેડૂતો ની મજાક કરવા આવ્યા હતા?
તા. 28/10/2025ના રોજ કૃષિ વિભાગ દ્વારા પાક નુક્શાની સર્વે કરવાના આદેશ કરતા પરિપત્ર કર્યા બાદ ગત તા. 29/10/2025ની રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પર ગુજરાતના ખેડૂતો મી ટ માંડીને બેઠા હતા. ખેડૂતો વિચારતા હતા કે, સર્વે કરવા આવેલા તમામ મંત્રીઓ પૈકી કોઈક એકાદ બે મંત્રીઓનો અંતરાત્મા જાગશે અને કેબિનેટ બેઠકમાં ખેડૂતો તરફી નિર્ણય કરાવશે પણ અફસોસ સાથે કહેવું પડે કે, ખેડૂતોની આ આશા પર પાણી ફરી વળ્યું એકપણ મંત્રી ખેડૂત તરફી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની વાત કરી શક્યા નહી અને કેબિનેટ પુરી થઈને કૃષિમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરી કે, 7 દિવસમાં તાત્કાલિક સર્વે કરવામાં આવશે.
હવે આશ્ચર્ય અને દુઃ ખની વા ત એ છે કે, રાજ્ય સરકારના પરિપત્રના પારા બે માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે “” ખેડૂતોના દરેક સર્વે નંબરદીઠ સર્વે કરી 20 દિવસમાં અહેવાલ કરવો “” એવી જ રી તે એ જ પરિ પત્રના પારા 3 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે “”નિયામકએ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર મારફત સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારનો સર્વે નંબર વાઇઝ પ્રાથમિક રિપોર્ટ મેળવી દિન 12માં જિલ્લા કક્ષાએ મોકલી આપવાનો રહેશે”” અને રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી તા. 29/10/2025ના રોજ મીડિયા સાથે વાત કરતા જાહેરાત કરે છે કે, 7 દિ વસમાં સર્વેની કામગીરી પુરી કરવામાં આવશે. ત્યારે સવાલએ છે કે, રાજ્ય સરકારે કરેલ પરિપત્ર સાચો કે કૃષિ મંત્રી જાહેરાત કરે છે એ સાચું ??
આ ઉપરાંત ગઈકાલે જે જે ગામોમાં ગ્રામ સેવકો ગયા ત્યાં તેઓએ કહ્યું કે સરકાર દ્વારા અમને મૌખિક આદેશ છે કે, ખેડૂતોના ખેતરમાં રહેલ પાકના ઝાડવાં ગમે તેવા સડી ગયેલા હોય તમારે મગફળીના ડેડવા ફોલિ તેના દાણા ચેક કરવાના છે જો દાણા સળી ગયા હોય તો જ નુક્શાની ગણવાની રહેશે નહિતર નુક્શાની ગણાશે નહિ ત્યારે કેટલાક સવાલ છે
1) જો ગ્રામ સેવકો જે વાત મૌખિક આદેશની વાત કરે છે તે જ આદેશ સરકાર લેખિતમાં કેમ નથી કરતી ??
2) જો મગફળીના ડેડવા ફોલ્યા પછી દાણામાં નુક્શાની હોય તો જ નુક્શાની ગણવી તો શું ગ્રા મ સેવક ખેડૂતોને લેખિત પ્રમાણપત્ર આપશે કે તમારી મગફળીમાં કોઈ નુકસાન નથી.
3) જો મગફળીના ડેડવા ફોલ્યા પછી જે મગફળીમાં ગ્રામ સેવકને નુકશાન ન દેખા ય એવી મગફળીને રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી વખતે માન્ય કરી લેશે ?? જો ના તો મગફળીમાં નુકશાન છે એ સરકારે સ્વીકારી લેવું જોઈએ.
4) સરકારને સેટેલાઈટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી ઇમેજ લેતા 12 દિવસનો સમય લાગશે ?? શું ત્યાં સુધી ખેડૂતો પોતાની બગડી ગયેલી ખેત પેદાશને ખેતરમાં રહેવા દેશે??
5) વ્યક્તિ ગત સર્વે કરવા 20 દિવસની મુદત પરિપત્રમાં આપી છે તો શું ખેડૂતો 20 દિવસ સુધી સર્વે કરવા આવે તેની રાહ જોઈને બેસી રહે કે, બગડેલા ખેત પેદાશનો નિકાલ કરી શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરે ???
6) રાજ્ય સરકારનો લેખિત આદેશ અલગને મૌખિક આદેશ અલગ એવું કેમ ??
7) રાજ્ય સરકાર લેખિત પરિપત્રમાં સર્વે કરવા માટે 12 થી 20 દિ વસની મુદત આપેને જીતુભાઇ વાઘાણી 7 દિવસમાં સર્વે પૂરું કરવાની જાહેરાત કરે ત્યારે કઈ વાત સાચી માનવી ??
રાજય સરકારના મંત્રી, ધારાસભ્યો, સાસંદસભ્યો, ભાજપના જિલ્લા પ્રમુખોએ ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી છે અને તે પૈકી કેટલાય મંત્રી, ધારાસભ્ય, સંસદસભ્યોએ જાહેર માધ્યમોમાં કહ્યું છે કે, ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે આ જ વાત પત્ર લખનાર ભાજપના હોદેદારો હો ય કે ચૂંટાયેલા જનતાના પ્રતિનિધઓ હોય દરેકે કહ્યું છે “”ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે”” તો સરકારને પોતાના જ મંત્રીઓ, ધા રાસભ્યો, સંસદસભ્યોની રૂબરૂ મુલાકાતમાં જે દેખાયું એને માન્ય કેમ રાખવામાં આવતું નથી ?? સર્વે કરવાના નાટકો શા માટે ?? અમા રી બહુ સ્પષ્ટ માંગ છે કે, સર્વેના તમામ નાટકો બંધ કરી છેલ્લી 7 સીઝનમાં ખેડૂતોને પડેલ કુદરતી માર માંથી ઉગારવામા માટે ખેડૂતોના પાક ધિરાણ સઁપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી દુધાળાના કિસાનોની બહુ સ્પષ્ટ માંગ કરવામાં આવી છે.

