મોરબીની જુની જેલ રોડ પર આવેલ વાલ્મીકીવાસમાં રહેતા મોતીબેન ધમાભાઇ મકવાણા નામના વૃદ્ધાએ ગત તા.28/10/2025ના રોજ કોઇ કારણોસર પોતાના મેળે પોતાના ઘરે એસીડ પી જતા તેને સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મરણ જાહેર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.

