અરબી સમુદ્રની વરસાદી સીસ્ટમ જેમ જેમ ગુજરાતના દરિયા કિનારાની નજીક આવી રહી છે તેમ તેમ વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે જેના કારણે વરસાદ નું જોર પણ વધી રહ્યું છે સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં ભારે થી અતિભારે વરસાદ વરસ્યા બાદ અન્ય જિલ્લામાં છેલ્લા 24 કલાકથી તેની અસર જોવા મળી રહી છે મોરબી જિલ્લામાં બપોર બાદથી વરસાદી માહોલ સર્જાયો છે અને બપોરના 2થી સાંજના 6 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ વરસી ગયો છે જેના કારણે મોરબી શહેર નું વરસાદી પાણી મચ્છુ 3 ડેમ સુધી પહોચતા ડેમની સપાટીમાં ઝડપથી વધારો થયો છે જેના કારણે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી હતી
મોરબીના મચ્છુ 3 ડેમ હાલ તેની 28.70 મીટરની પૂર્ણ સપાટીએ ભરાયેલ હોય જેના કારણે વધુ પાણીની આવક થતા પાણી છોડવું પડે તેવી સ્થિતિ સર્જાય છે હાલ મચ્છુ 3 ડેમમાં 78 કયુસેક પાણીની આવક થઇ રહી છે જેથી ડેમનો એક દરવાજો એક ઇંચ ખોલી 78 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમમાંથી પાણી છોડવાના કારણે નદીના તટમાં મોરબી માળિયા તાલુકાના ગામના લોકોને અવર જવર ન કરવા સુચના આપી છે


