મોરબી જિલ્લાના માળિયા મિયાણા તાલુકાના ઝીંઝુડામાં ઉર્ષ પર્વ હોય જેથી મોટી સંખ્યામાં લોકો ઉર્ષમાં જોડાવવા જતા હતા આ દરમિયાન મોટા દહીસરાથી ઝીંઝુડાને જોડતા રોડ પર ફાટક નજીક એક રીક્ષા અને બે બાઈક અકસ્માતની ઘટના બની હતી જેમાં મોરબીના મકરાણી વાસમાં રહેતા ઇમરાન શાહ સમીરશાહ સાહમદાર સમીર રહેમાનભાઈ મુસાણી તેમજ કાજરડા ગામના વતની રહીમ અવેશભાઈ સંધવાણી નામના વ્યક્તિ મોત થયું હતું જયારે અબ્દુલ અબ્બાસભાઈ કાજેડીયા નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોચતા પ્રથમ મોરબી સારવાર અર્થે ખસેડાયા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા
બનાવને પગલે મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું ગત રાત્રીના મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા હતા બનાવઅંગે માળિયા મિયાણા પોલીસ ને જાણ થતા તેઓએ અકસ્માત મોત અંગે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

