HomeGujaratખાદ્ય ચીજની ચકાસણી કરાઈ: મોરબી, વાંકાનેર, હળવદમાં ફૂડ વિભાગે 70 સેમ્પલ તપાસ...

ખાદ્ય ચીજની ચકાસણી કરાઈ: મોરબી, વાંકાનેર, હળવદમાં ફૂડ વિભાગે 70 સેમ્પલ તપાસ માટે મોકલ્યા, રિપોર્ટ દિવાળી બાદ આવશે

મોરબી જિલ્લામાં તહેવાર નજીક આવતા લોકો મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા હોય છે જોકે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય તેવી ખાદ્ય ચીજનું વેચાણ ન થાય તે જોવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની છે તંત્ર દ્વારા દર વર્ષે આવા સેમ્પલ લેવામાં આવે છે અને તપાસ અર્થે લેબોરેટરી મોકલાય છે જેનો રીપોર્ટ એક દોઢ મહિના બાદ આવતો હોય છે.જોકે ત્યાં સુધીમાં લોકો આવી મીઠાઈ આરોગી જતા હોય છે.

ચાલુ વર્ષે પણ તંત્ર દ્વારા અલગ અલગ સ્થળેથી મીઠાઈ ફરસાણ અને ડેરી પ્રોડક્ટના સેમ્પલ લીધા છે જોકે હવે તેમાંથી કેટલા ખાવા યોગ્ય હતા અને કેટલા ભેળસેળયુકત તે જોવાનું રહ્યું. આ કેટલીક દુકાનો પર પડતર કે વારંવાર ઉપયોગ થતા તેલ અખાદ્ય ચીજનો સ્થળ પર નાશ કરવાનો રહે છે.

જોકે ફૂડ વિભાગે આવી કામગીરી કેટલી કરી અને કેટલો અખાધ માલનો નિકાલ કર્યો તેની માહિતી જ નથી મળી શકી. દિવાળી પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે લોકો દ્વારા મીઠાઈ અને ફરસાણની ખરીદી કરતા હોય છે. જોકે કેટલાક ભેળસેળીયા તત્વો વધુ નફો કમાવવાના લાલચમાં હલકી ગુણવતાનું મટીરીયલ વાપરી તો ક્યારેક અખાદ્ય ચીજનું વેચાણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પણ પણ અચકાતા નથી.

ફરસાણમાં તો તળવામાં આવતું તેલ અમુક સમયે બદલવું પડતું હોય છે પણ કેટલાક ફરસાણના વેપારીઓ પોતાની મન મરજી ચલાવે છે આવી સ્થિતિમાં લોકોના આરોગ્યને ધ્યાન રાખવા સમયાન્તરે ચકાસણી કરવી જરૂરી બને છે. મોરબીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કાર્યરત છે અને તેમના દ્વારા દશેરા પર્વથી અલગ અલગ સ્થળો પર સરપ્રાઈઝ ચેકિંગ કરી નમુના લેવામાં આવી રહ્યા છે.

છેલ્લા 13 દિવસમાં જય શકિત ડેરીમાંથી પાપડી, ગાંઠિયા, સાંટા, જલેબીના નમુના લેવામાં આવ્યા હતા, ખોડિયાર ટ્રેડર્સમાંથી ઘીના ન્યુ અમુલ ડેરીમાંથી, મિક્સ દૂધ અમુલ ઘી, મહાવીર ડેરીમાંથી થાબડી અને સાદા પેંડા સ્પાર્ક ડેરીમાંથી ગાય અને ભેસના દુધના જૈનમ સ્વીટમાંથી મીઠા માવા, ભવાની ફરસાણમાંથી જલેબી, સાંટા, ગાઠીયા, દરિયા સાગર ડેરીમાંથી ઘી દૂધ અને માવાના સેમ્પલ લીધા છે.

જિલ્લામાંથી અલગ અલગ 70 ખાદ્ય ચીજના નમુના લેવામાં આવ્યા છે. જેને તપાસ અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. જોકે તેમાંથી કેટલી અને કોની ચીજ વસ્તુ ખાવા યોગ્ય છે કે નહી તે લેબોરેટરીના રીપોર્ટ બાદ જ સામે આવી શકે છે. જોકે તે રીપોર્ટ માટે લગભગ એક થી દોઢ મહિના જેટલો સમય લાગતો હોય છે.

આ નમુનાના રીપોર્ટ જ્યાં સુધીમાં આવશે ત્યાં સુધીમાં મોડું થશે અને કદાચ નમુના ફેલ થશે તો તેના પર ફૂડ વિભાગ ફરિયાદ કરી કેસ કલેકટર સુધી મુકશે અને કલેકટર તે ફાઈલ ક્યારે હાથમાં લેશે અને જે પણ ભેળસેળિયા તત્વ સામે શું એક્શન લેશે તે સમય આવે ખ્યાલ આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW