HomeGujaratવાંકાનેરના યુવાનને બીજાના હથીયારથી સોશ્યલ મીડિયામાં સીન સપાટા કરવા મોંઘા પડ્યા,બંધુકના માલિક...

વાંકાનેરના યુવાનને બીજાના હથીયારથી સોશ્યલ મીડિયામાં સીન સપાટા કરવા મોંઘા પડ્યા,બંધુકના માલિક અને યુવાન સામે ગુન્હો દાખલ

સોશ્યલ મીડિયા પર gordhaniyo a_k_2697 નંબરના આઈડી પર બારબોર બંધુક સાથે સીન સપાટા નાખતા એક યુવક નો વિડીયો મોરબી પોલીસ સુધી પહોચતા એસપી મુકેશ કુમાર પટેલ ના આદેશને પગલે  એસઓજી ટીમ સુધી પહોચતા એસઓજી પી આઈ એન આર મકવાણા દ્વારા ટીમને શખ્સને શોધી તેના લાયન્સ અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા નીચેની ટીમને એક્ટીવ કરી હતી આ આઈડી તપાસ કરતા  એસઓજીની ટીમ  એ એસ આઈ મુકેશ જોગરાજીયાને બાતમી મળી હતી કે આ શખ્સનું નામ ગોરધન વેરશી સરસાવડીયા અને  વાંકાનેર તાલુકાના સરતાનપર ગામનો વતની હોય જે બાદ એસઓજી ટીમ તેના ઘરે પહોચી હતી તેની પૂછ પરછ કરતા આ હથીયાર તેના જ ગામના અલુભાઈ શામજીભાઈ ઉડેચાનું હોવાનું જણાવતા પોલીસે બન્નેની ધરપકડ કરી હતી અને વિડીયોમાં દેખાડેલ બાર બોરની બંધુક જપ્ત કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW