HomeGujaratદિવાળીમાં સફાઈની અસર મોરબીમાં દૈનિક 15 ટન ઘન કચરો વધારે એકઠો થવા...

દિવાળીમાં સફાઈની અસર મોરબીમાં દૈનિક 15 ટન ઘન કચરો વધારે એકઠો થવા લાગ્યો

દિવાળી પર્વ નજીક આવતા મોરબી શહેરના મુખ્ય બજાર અને રહેણાંક વિસ્તારમાં સફાઈ કામગીરી ને પગલે છેલ્લા સપ્તાહમાં કચરા નિકાલનું પ્રમાણ વધ્યું છે એક સપ્તાહ દરમિયાન દૈનિક 118ટનથી વધુ કચરો એકત્ર થઇ રહ્યો છે સામાન્ય દિવસમાં આ પ્રમાણ 100 થી 103 ટન જેટલું રહે છે દિવાળી પર્વની સફાઈ કામગીરી ને પગલે આવનાર 10 – 12 દિવસ આ પ્રમાણમાં વવધારો થવાનો અંદાજ છે
દિવાળી પર્વ નજીક આવતાની સાથે ઘર દુકાન ઓફિસ તેમજ કામકાજી સ્થળ પર સફાઈ ઝુંબેશ ચાલતી હોય છે અને આ દિવસ દરમિયાન મોટા પાયે કચરો એક્ત્ર થતો  હોય છે  જેની અસર સામાન્ય રીતે ડોર ટુ ડોર વાહન કચરાના વાહનમાં ભરાઈ ને જતા કચરામાં જોવા મળતો  હોય છે. હાલ મોરબી શહેરની મુખ્ય બજાર હોય કે રહેણાંક વિસ્તાર તમામ સ્થળે થી સામાન્ય દિવસની સરખામણીમાં હાલ વધુ કચરો નીકળી રહ્યો છે મનપાના સેનિટેશન વિભાગના મતે  દૈનિક  14-15 ટન જેટલો ઘન કચરોસામાન્ય દિવસ કરતા વધુ  નીકળી રહ્યો છે આજથી એક સપ્તાહ પહેલા તે 100થી 103 ટન આસપાસ રહેતો હતો હાલ તેનું પ્રમાણ 118 ટન થી પણ વધારે છે હાલ  જે કચરો એકત્ર થઇ રહ્યો છે તેમાં મોટા પ્રમાણમાં ઘર વપરાશની વસ્તુઓની સાથે  પ્લાસ્ટિક,કાગળ ખાલી બોક્સ તેમજ વેસ્ટેજ ઘન કચરાનું  પ્રમાણ વધુ રહે છે. તો માર્કેટ વિસ્તારમાં ઓર્ગેનિક કચરાના નિકાલ માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે
મનપા દ્વારા હાલ કચરા અલગ અલગ વિસ્તારમાં ડોર ટુ ડોર વાહન થકી કચરો એકત્ર કરવામાં આવ્યો છે આ ઉપરાંત મનપા દ્વારા ક્વિક રિસ્પોન્સ ટીમની પણ રચના કરી છે જેમાં 1 લોડર અને ત્રણ ટ્રેક્ટર સાથે અલગ અલગ વિસ્તારમાં ફરે છે અને જાહેર સ્થળ પર કચરો ઠલવાય હોય તેવી ફરિયાદ મળે તો તે જે તે સ્થળે પહોચી એકત્ર કરવામાં આવી રહી છે આ ઉપરાંત દરેક મંગળવારે શહેરના એવા તમામ વિસ્તારમાં મુખ્ય માર્ગ અને જાહેર જગ્યા પર  ક્વિક રિસ્પોન્સ ટીમ  વિઝીટ કરે છે અને ત્યાંથી કચરા એકત્રિકરણ કરી ડમ્પિંગ સાઈટ સુધી પહોંચાડવામાં આવી રહ્યું  હોવાનો મોરબી મનપા  સેનીટેશન વિભાગ દ્વારા દાવો કરાયો છે
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW