મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેરો પ્રમુખ કમલેશભાઈ બોરીચા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય ગૌરક્ષા મોરબી રાજકોટ ગૌરક્ષકની ટીમને માહિતી મળી હતી કે કચ્છ બાજુથી બાજુથી મોરબી થઈને જામનગર એક આઇસર ગાડી માં જીવોને ભરીને કતલ કરવાના ઇરાદે કચ્છમાંથી ભરીને માળીયા થઈને જામનગર લઈ જવામાં આવતા હોય જે મોરબી થઇ જામનગર જવાની ફિરાકમાં હોય જેથી આ માહિતી આધારે રાજકોટ અને મોરબી ગૌ રક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી દરમિયાન શંકાસ્પદ આઈસર GJ.02.AT….8200 નીકળતા રાજપર ચોકડીએ પોલીસ ચેકપોસ્ટ પાસે રોકાવવાની ટ્રાય કરતા તેના ચાલકે આઈસર થી ટક્કર મારવાની કોશીસ કરી ઝડપે આઈસર ચલાવી નાસી જવા પ્રયાસ કર્યો હતો દરમિયાન ગૌ રક્ષકોની ટીમે પીછો કર્યો હતો તેમજ મોરબી જિલ્લા પોલીસની મદદ લેતા પોલીસે રાજકોટ મોરબી હાઈવે પર વોચ ગોઠવી ટંકારા નજીકથી આ આઈસર પકડી પાડ્યું હતું જેની તલાસી લેતા તેમાંથી 70 જેટલા પાડા ભર્યા હતા અને ઘાસ ચારા ની વ્યવસ્થા ન હતી તેમજ કેપેસીટી કરતા વધુ પાડા ભરતા હલન ચલન પણ થઇ શકતા ન હતા.
આ અંગે ગૌ રક્ષકો દ્વારા આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોધવા તજવીજ હાથ ધરી હતી આ પાડા કતલખાને લઇ જવાતા હતા કે કેમ તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે આ ક્રુરતા પૂર્વક લઇ જવાતા ઢોરને બચાવવા માટે ચેતનભાઇ પાટડીયા,હિન્દુ યુવા વાહિની પ્રમુખ,મનીષભાઈ કનજારિયા ગૌરક્ષક,પાર્થ ભાઈ નેસડિયા,હિતરાજ સિંહ પરમાર,ભાવિનભાઈ ,જેકી ભાઈ, મિલનભાઈ ,જયદીપભાઇ સહિતના મોરબી અને રાજકોટના યુવાનો જોડાયા હતા.

