HomeGujaratમોરબીમાં શાળાના વાહનો,સગીર વાહન ચાલકો સામે પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ,1 દિવસમાં ...

મોરબીમાં શાળાના વાહનો,સગીર વાહન ચાલકો સામે પોલીસની સ્પેશ્યલ ડ્રાઈવ,1 દિવસમાં 47 વાહન ચાલકોને 24,600નો દંડ

મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આવેલી શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ખાનગી વાહન માં અથવા શાળા કોલેજની બસમાં  જતા હોય છે જેમાંથી ઘણા વાહન ચાલકો નિયમનો ભંગ કરતા હોય છે ખાસ કરીને કેપેસીટી કરતા વધુ બાળકોએ બેસાડવા, ઓવર સ્પીડ વાહન ચલાવવા  વાહનનું ફીટનેશ પ્રમાણપત્ર વીમો કે અન્ય કાગળ ન હોવાના કિસ્સા સામે આવતા  હોય છે આ ઉપરાંત  તો શહેરી વિસ્તારમાં આવેલી શાળાઓમાં સગીર વયના બાળકો મોપેડ કે બાઈક લઈને જતા હોય છે અન્ડર એજ વાહન ચલાવવાના કારણે અકસ્માતનું જોખમ રહે છે આ જોખમને ધ્યાને લઇ મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશ કુમાર પટેલની સુચના મુજબ ગત  તા 8 અને 9 ઓક્ટોબર એમ બે દિવસ  સમગ્ર જિલ્લામાં ખાસ ડ્રાઈવ ચલાવી હતી જે અંતર્ગત કુલ 276 ની ચકાસણી કરરતા 47 વાહન ચાલકો દ્વારા નિયમ ભંગ કર્યા હોવાનું સામે આવતા તેમની પાસેથી કુ 24,600 નો દંડ વસુલ કર્યો હતો જયારે 4 સ્કુલ વાહન ડીટેઈન કરવામાં આવ્યા હતા આ ઉપરાંત 18 વર્ષથી નાની વયના 3 વાહન ચાલક વાલી સામે મોટર વ્હીકલ કલમ ભંગ બદલ કેસ કરવામાં આવ્યો હતો

મોરબી જિલ્લા પોલીસ દ્વારા આ બે દિવસ દરમિયાન ચેકિંગ ડ્રાઈવની સાથે વાહન ચાલકો અને શાળા કોલેજમાં મોટર વ્હીકલ એકટ ના વિવિધ નિયમની સમજણ આપવામાં આવી હતી અને આ નિયમ ની અમલવારી કરવાથી અકસ્માત ઘટના અટકાવી શકાય તેમજ વાહન વ્યવહાર સુગમ બનાવી શકાય તે બાબતે વિધાર્થીઓ વાહન  ચાલકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હોવાની જિલ્લા ટ્રાફિક પોલીસ મથકના પી આઈ હંસાબેન ઘેલાએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,550SubscribersSubscribe

TRENDING NOW