વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન મળેલ બાતમીના આધારે સીટી વિસ્તારમાં આઝાદ ગોલાવાળી શેરી, પાછળ નદીના ખુલ્લા પટ્ટમાં તીનપતીનો જુગાર રમતા અનીલભાઇ રમેશભાઇ સુવાળીયા, જયસુખભાઇ જીતુભાઇ સુવાળીયા, અનીલભાઇ ગુલાબભાઇ માંગરોલીયા, ઇસ્માઇલભાઇ મામદભાઇ શેખ અને હુશેનભાઇ રાયબભાઇ કટીયા નામના પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. તે શખ્સો પાસેથી કુલ રોકડ રૂ. 1,950નો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે તે શખ્સો સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.