મોરબીથી એક વર્ષ પહેલા કોમ્પ્યુટર એન્જીનીયરીંગના અભ્યાસ માટે રશિયા ગયેલા યુવકને કેટલાક લોકો દ્વારા ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાયો હતો મોરબીમાં રહેતી તેની માતા દીકરાને છોડવવા ત્યાની કોર્ટમાં કેસ લડી રહી હતી આ દરમિયાન રશિયન સેના દ્વારા તેને જેલમાંથી છોડવા યુક્રેન યુધ્ધમાં જવા લલચાવ્યો હતો યુવક ઘરે જવાનો મોકો મળતા રાજી થયો હતો બાદમાં તેને યુધ્ધમાં ધકેલી દીધી હતો જોકે યુવાને યુક્રેન સેના સામે આત્મ સમર્પણ કર્યું હતું હાલ તેમનો મોરબીનો યુવાન યુક્રેન સેનાના કબજામાં છે અને તેનો એક વિડીયો વાયરલ થયો છે
રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે એક વધુ ચોકાવનાર ઘટના સામે આવી છે. મોરબી જિલ્લાના 22 વર્ષીય ભારતીય વિધાર્થી સાહિલ મોહમદ હુસેન મજોટીએ રશિયા માટે યુદ્ધમાં લડ્યા બાદ યુક્રેનની સેનાની સામે આત્મસમર્પણ કર્યું છે.
યુક્રેનની 63મી મેકેનાઈઝડ બ્રિગેડે મંગળવારે એક વિડીયો જારી કર્યો હતો જેમાં જણાવ્યું હતું કે, માજોતીને રશિયામાં ડ્રગ્સ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. જેલ જવાથી બચવા માટે તેને રશિયન સેનામાં જોડાવાની ઓફર મળી હતી. આ તેને સ્વીકારી હતી.
માજોઠી તીએ જણાવ્યું હતું કે, તે જેલ જવા માંગતો ન હતો. જેના કારણે તેને રશિયન સેનાનો કોન્ટ્રાકટ સાઈન કરવો પડ્યો હતો. તેને ફક્ત 16 દિવસની ટ્રેનીગ આપવામાં આવી હતી અને ત્યારબાદ એક ઓક્ટોબરે તેને યુદ્ધમાં મોકલવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ સાહિલ ધોરણ 12 સુધી મોરબીમાં અભ્યાસ કર્યો હતો અને ત્યારે માતા પુત્ર સાથે રહેતા હતા બાદમાં બાળકને વધુ અભ્યાસ માટે યુક્રેન મોકલ્યો હતો સાહિલે પોતાનો અભ્યાસ નો ખર્ચ કાઢવા પાર્ટ ટાઈમ કુરિયર ડીલીવરી નું કામ શરુ કર્યું હતું આ દરમિયાન એક પાર્સલ ડીલીવર માટે આપ્યું હતું તેમાં પ્રતિબંધિત ડ્રગ્સ હતું જે તેની જાણમાં ન હોવા છતાં ત્યાની પોલીસે તેને ઝડપી જેલ હવાલે કરી દીધો હતો તેની માતા ઘરનું સિલાઈ કામ કરી દીકરાને છોડાવવા રૂપિયા એકઠા કરી વકીલોની ફી ભરી હતી આ વિડીયો સામે આવતા પરીવાર પર મોટી મુસીબત આવી પડી હોય તેવી સ્થિતિ બની ગઈ છે