હળવદ પોલીસે મળેલ બાતમીના આધારે મેરૂપરથી સુંદરગઢ જવાના રસ્તે આવેલ ઘનશ્યામભાઇ ખેરની વાડી નજીક દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં જુગાર રમતા નટવરભાઈ અમરશીભાઇ નારીયાણી, ભરતભાઇ હરજીવનભાઈ ભાડજા અને હરેશભાઇ રતીલાલ મોટકાને રોકડ રૂ. 15,300ના મળેલ મુદામાલ સાથે ઝડપી લઈ તે ત્રણેય શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.