મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સીમેન્ટો વિટરીફાઈડ કારખાનાના લેબર ક્વાટર્સમાં રહેતા તુલશીરામ પ્રકાશભાઈ ગુર્જર નામનો યુવક ગઈકાલના રોજ સીમેન્ટો વિટરીફાઈડ કારખાનામાં કામ કરતો હોય તે વખતે હાથ મશીનમાં આવી જતા ઢસડાય જતા માથામાં અને શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાલુકાપોલીસે તેના મુત્યુ અંગે એડી નોધ કરી તપાસ હાથ ધરી છે.