મોરબીના નવી ટીંબડી ગામ પાસે આવેલ સુંદર મોહન હોટલની સામે GJ-13-AW-9988 નંબરના ટ્રક ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે મનુષ્યની જીંદગી જોખમાય તે રીતે ચલાવી જઈ GJ-03-CN-9759 નંબરના બાઈકને હડફેટે લેતા બાઈક ચાલક અલ્તાફભાઇને માથાના ભાગે તથા શરીરે ઇજા પહોચી હતી, જયારે બાઈક પર પાછળ બેઠેલા મોસીન ઇસ્માઇલભાઇ મોવરને માથામાં તથા શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે તાલુકા પોલીસે GJ-13-AW-9988 નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ ગુનાની નોધ કરી છે.