મોરબી સહિત સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે મોટા ભાગના જળાશયમાં ફરી એકવાર પાણીની આવકમાં વધારો થયો હતો જેના કારણે ચોમાસુ પૂર્ણ થઈ ગયું છતાં ડેમમાંથી પાણી છોડવાની જરૂર પડી છે મોરબી જિલ્લામાં પણ સતત પાંચ દિવસ સુધી મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમ થી ભારે વરસાદને પગલે પાણીની આવક નોંધાઈ હતી જેના કારણે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અગાઉ મોરબીના મચ્છુ 1 ડેમનો દરવાજો ખોલ્યા બાદ ગઈ કાલે વધુ એક દરવાજો ખોલ્યો હતો અને 2592 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ઉપરવાસ માં વરસાદને કારણે મચ્છુ 2 ડેમમાં શુક્રવારે 5178 ક્યુસેક પાણીની આવક થતા ડેમના બન્ને દરવાજાની પાણી છોડવાનો પ્રવાહ વધારો કરાયો હતો વધુ પાણીની આવક થતા છોડવામાં આવ્યું હતું.
ડેમમાં પાણી છોડવાને પગલે મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને કરાયાં એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબીના જોધપર,લીલાપર,ભડીયાદ, ટીંબડી સહિત 20 ગામો અને માળિયાના વીર વિદરકા, દેરાળા, નવાં ગામ,મેઘપર સહિત 9 ગામોને એલર્ટ કરાયા હતા

