HomeGujaratહળવદમાં પુત્રીના પ્રેમ લગ્નથી નારાજ પરિજનોએ તેના સાસરિયા પર કર્યો હુમલો

હળવદમાં પુત્રીના પ્રેમ લગ્નથી નારાજ પરિજનોએ તેના સાસરિયા પર કર્યો હુમલો

હળવદ  તાલુકાના રણછોડગઢ ગામે પ્રેમલગ્નના મામલે એક યુવાનની માતા પર હુમલો થયો છે. યુવતીની માતા અને ભાઈએ યુવાનના ઘરે આવીને તેની માતાને ગાળો આપી લાકડાના ધોકા વડે માર માર્યો હતો. આ ઘટનામાં જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આ અંગે 70 વર્ષીય કુંવરબેન બાબુભાઈ મોલાડીયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જાલુબેન સંધુભાઈ ફીસડીયા અને તેમના પુત્ર તેજાભાઈ સંધુભાઈ ફીસડીયા (બંને રણછોડગઢ નિવાસી) વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

ફરિયાદ મુજબ, કુંવરબેનના દીકરાએ જાલુબેનની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ બાબતનો ખાર રાખીને જાલુબેન અને તેજાભાઈ કુંવરબેનના ઘરે આવ્યા હતા. તેજાભાઈએ કુંવરબેનના જમણા પગના ઢીંચણના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત મહિલાએ સારવાર લીધા બાદ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW