રાજય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલા વાવ થરાદ જિલ્લાના નવા કલેકટર અને ડીડીઓની નિમણુક કરવામાં આવી છે જેમાં મોરબી જિલ્લાના ડીડીઓ તરીકે ફરજ બજાવતા 2014ના બેચના અધિકારી જે.એસ.પ્રજાપતિને વાવ થરાદ જિલ્લાના કલેકટર તરીકે મુકાયા છે. આ ઉપરાંત 2021માં બેચના અધિકારી અને હાલ વલસાડ ખાતે ટ્રાયબલ એરિયામાં સબ પ્લાનમાં પ્રોજેક્ટ એડમિનીસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા કાર્તિક જીવાણીને ડીડીઓ તરીકે મુકવામાં આવ્યા છે

