મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે મળેલ બાતમીના આધારે પશુરામ પોટરની પાસે દરોડો પાડ્યો હતો. જ્યાં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા જયદિપ બેચરભાઇ ચાંઉ અને કરણ ઉર્ફે ગટીયો ખંગારભાઇ મકવાણાને પકડી લઇ તેની પાસેથી કુલ રોકડ રૂ. 16,100નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી બંને શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

