HomeGujaratમોરબીના કાલિકાનગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ,1600 લીટર આથો, દારુ ગળવાના સાધનો મળી...

મોરબીના કાલિકાનગરમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાઈ,1600 લીટર આથો, દારુ ગળવાના સાધનો મળી 76,400નો મુદામાલ જપ્ત

મોરબી તાલુકાના કાલિકાનગર ગામની સીમમાં આવેલા વનરાવન હનુમાનજી મંદીર પાસે આવેલ પાણી ના વોકળા માં ગેર કાયદે દેશીદારુ બનાવવામાં આવતા હોવાની પોલીસ ને મળેલી બાતમી આધારે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો અને સ્થળ પરથી અલગ-અલગ ચાલતી ચાર ભઠ્ઠી પકડી પાડી હતી ખી ચારેય ભઠ્ઠીની તપાસ કરતા ત્યાંથી  મોટા પાયે દેશી દારૂ ગાળવાની તૈયારી ચાલતી હતી જે બાદ પોલીસે  પતરાના બેરલ રહેલ 600 લીટર  ગરમ આથો, તથા દેશીદારૂ બનાવવાનો  1000 લીટર ઠંડો આથો તથા પ્લાસ્ટીકના આશરે ૩૫ લીટર ક્ષમતાવાળા કેરબા નંગ-૦૩ તથા ૩૫ લીટરની ક્ષમતાવાળી ડોલ માં રહેલ દેશીદારૂ જેવુ120 લીટર ગરમ કેફી પ્રવાહી ત્રણ કેરબા વેચાણ કરવાના ઇરાદે તથા ભઠ્ઠી ની બાજુ બાચકા રહેલ ભરેલ પ્લાસ્ટિક પારદર્શક 5  લીટર ક્ષમતા વાળી કોથળી નંગ-12  કેફી દેશી
દારૂ જેવુ પ્રવાહી આશરે 60  લીટર તથા ભઠ્ઠી લગત સાધનો જેમાં પતરા ના બેરલ નંગ-4   તથા ટીનના 4
બકડીયા  તથા નળી સાથેની થાળી, 4 ગેસના બર્નર નંગ, ગેસના બાટલા  3 મળી કુલ 76,400નો મુદામાલ જપ્ત કર્યો હતો.તપાસ કરતા આ દારૂની ભઠ્ઠી માં  નીલેષભાઇ બચુભાઇ ભોજવિયા શુરેશભાઇ જગાભાઇ કોળીનું નામ ખુલ્યું હતું બનાવ અંગે તાલુકા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,560SubscribersSubscribe

TRENDING NOW