મોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી 20 મી સપ્ટેમ્બરના રોજ ટાઉન પ્લાનિંગ શાખાની માર્ગદર્શન આપતું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારમાં લીગલી તેમજ જરૂરી નિયમ અંગેની આપવામાં આવતી માહિતી આગામી સમયમાં ઉપયોગી સાબિત થાય તે માટે આર્કિટેક એન્જિનિયર અને પીઓઆરને હાજર રહેવા માટે જણાવ્યું છે.
મહાનગરપાલિકા બન્યા બાદ ધીમે ધીમે શહેરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે તમામ વિસ્તારોનું ટાઉન પ્લાનિંગ અને આયોજન બદ્ધ રીતે વિકાસ થાય તેવા પ્રયાસો થઈ રહ્યા છે. જેના ભાગરૂપેમોરબી મહાનગરપાલિકા દ્વારા આગામી 20 સપ્ટેમ્બરના રોજ મહાનગરપાલિકાની રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી ઇસ્ટ ઝોન ઓફિસ ખાતે ટાઉન પ્લાનિંગ શાખાની માહિતી માટે સેમિનાર આયોજન કરાયું છે. આ સેમિનારમાં વિકાસ પરવાનગી બાંધકામ વપરાશની પરવાનગી તેમજ અન્ય ટીપી પ્લાનિંગ અને ફાયર એનઓસી સંબંધીત કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. આ ટાઉન પ્લાનિંગ સંબંધિત કામગીરી અંગે લાગતા વળગતા એન્જિનિયરો આર્કિટેક પી ઓ આર સહિતનાઓને મહાનગરપાલિકા દ્વારા તારીખ 20 મીના સાંજે પાંચ વાગ્યે દર્શાવી સ્થળે હાજર રહેવા જણાવ્યું છે.

