HomeGujaratમોરબી રાજકોટ હાઇવે પર રસ્તો ઓળંગતા વૃદ્ધને કન્ટેનરે ઠોકર મારી, ઘટના બાદ...

મોરબી રાજકોટ હાઇવે પર રસ્તો ઓળંગતા વૃદ્ધને કન્ટેનરે ઠોકર મારી, ઘટના બાદ મોત

ટ્રાફિક થી ધમધમતા મોરબી રાજકોટ હાઇવે પર આવર નવાર નાના મોટા અકસ્માત થવાની ઘટના ઘટતી રહે છે જેમાં નિર્દોષ લોકો ના જીવ જતા હોય છે મંગળવારે સવારે પણ આવી જ એક ઘટના સામે આવી હતી જેમાં આવેલા ભક્તિ નગર સર્કલ પાસે રોડ ઓળંગી રહેલા વૃદ્ધને કન્ટેનરે પાછળથી ઠોકર મારી હતી આ ઘટનામાં વૃધ્ધનું મોત નીપજ્યું હતું ઘટનાને પગલે મોટી સંખ્યામાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા બનાવ બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.મૃતકની ઓળખ જસમતભાઈ (બાબભાઈ) કેશવજીભાઇ કાલરીયા ઉંમર વર્ષ 60 હોવાનું જાણવા મળ્યું છે હાલ બનાવ અંગે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW