અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા તારીખ 11/09/2025 ના રોજ દોશી એમ એસ અને ડાભી એન આર હાઈસ્કૂલ મોરબી મુકામે વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો.
જેમાં મોરબી જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભાઈ ભટ્ટ તેમજ ગાયત્રી પરિવાર મોરબી તરફથી ગડારા પાર્થભાઈ અને વાત્સલ્યભાઈ ગડારા હાજર રહી બાળકોને વ્યસન વિશે માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને વિધાર્થીઓ પાસે પોતે વ્યસન ના કરવું તેમજ બીજાઓને વ્યસન મુક્ત કરવા માટેના સંકલ્પ લેવડાવ્યા હતા.
કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ગોપાણી ભરત ભાઈ તેમજ શાળાના શિક્ષકો અને વિધાર્થીઓનો ખૂબ સારો સહકાર મળ્યો હતો. આ કાર્યક્રમના અંતે વિધાર્થીઓએ વ્યસન મુક્તિ નું પ્રદર્શન નિહાળ્યું હતું. જેનાથી બાળકોને વ્યસન ના દુષ્પરિણામ વિસે યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ હતી.

