HomeGujaratહળવદમાં આવેલા બ્રાહ્મણી ડેમ-1 છલોછલ ભરાઈ જતા નીચાણવાળા 15 ગામોને એલર્ટ કરાયા

હળવદમાં આવેલા બ્રાહ્મણી ડેમ-1 છલોછલ ભરાઈ જતા નીચાણવાળા 15 ગામોને એલર્ટ કરાયા

હળવદના ગોલાસણ ગામ પાસે આવેલ હરપાલ સાગર (બ્રહ્માણી-1) ડેમ લેવલ મુજબ 100% ભરાઈ ગયેલ છે, તે ઉપરાંત પાણીની આવક ચાલુ હોય વધારાનું પાણી વેસ્ટ વિયર દ્વારા નદીમાં વહેવડાવવાની જરૂરીયાત ઉભી થયેલ છે તો યોજનાના નીચવાસમાં આવતાં 15 ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ગોલાસણ, પાંડાતીરથ, મેરૂપર, સુંદરગઢ, શિરોઈ, સુસવાવ, કેદારીયા, ધનાળા, રાયસંગપુર, મથુરનગર, ચાડધ્રા, ટીકર, માનગઢ, મિંયાણી અને અજીતગઢ સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ ગામના લોકોને તકેદારીના પગલા લેવા નદીના પટમાં અવર-જવર ન કરવા તેમજ માલ મિલકત તથા ઢોર-ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW