HomeGujaratમાત્ર રૂ. 25 હજારની ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં...

માત્ર રૂ. 25 હજારની ઉઘરાણી માટે યુવકનું અપહરણ કરી માર મારવાની ઘટનામાં યુવકની પ્રેસ કોન્ફરન્સ બાદ પોલીસે 5 શખ્સો વિરુદ્ધ નોંધી ફરિયાદ

મોરબી બાયપાસ પાસે સત્કાર રેસીડેન્સીમાં રહેતા પાર્થભાઈ સુંદરજીભાઈ બોપલીયાએ આરોપી શક્તિભાઇ મહેશભાઇ ગજીયા, મહેશભાઇ ઉર્ફે લાલાભાઇ આયદાનભાઇ સવસેટા, કાનભા ગઢવી, યુવરાજ ગઢવી અને જગદીશભાઇ સાધાભાઇ સવસેટા તથા તપાસમા નીકળે તે તમામ વિરુદ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી પાર્થભાઈએ આરોપી શક્તિભાઈ પાસે રૂપિયા 25,000ની માંગણી કરતા તેણે એક બાઈક અડાણે મુકવા આપેલ તે વખતે આરોપી શક્તિએ ફરીયાદીને એક મહિના પછી રૂ. 50,000 અને બાઈક પરત આપવાનું કહેલ અને જો નહી આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પાર્થભાઈને ગેરકાયદેસર અટકાયતમાં રાખી વાવડી રોડ ભુમિટાવર પાસે લઇ જઇ આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી આરોપીઓએ પાર્થભાઈનો એપલ કંપનીનો 13pro મોબાઇલ તથા રીયલમી કંપનીનો C-35 વાળો મોબાઇલ બળજબરી પુર્વક પડાવી લીધો હતો. આ બનાવ અંગે સિટી એ- ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW