મોરબી જુના પીપળી ગામની યુવતી શીતલબેનના લગ્ન જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામના કૌશિકભાઇ મેનપરા નામના યુવક સાથે લગ્ન થયા હતા આ લગ્ન થોડા મહિના બાદ પતિ કૌશીકભાઇ રમેશભાઇ મેનપરા તેમજ સસરા રમેશભાઇ મેધજીભાઇ મેનપરા સાસુ અનસોયાબેન રમેશભાઈ મેનપરા દ્વારા ઘરકામ અને કરિયાવર મુદે માનસીક અને શારીરિક ત્રાસ ગુજારતા તેઓ પરણીતા તેના ઘરે પરત આવ્યા હતા જે બાદ શીતલબેને પતિ તેમજ સાસુ સસરા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

