HomeGujaratસઘન ઝુંબેશના દાવા વચ્ચે મોરબીમાં મેલરિયાના 18 કેસમાં ઉછાળો, 14 કેસ ઓગસ્ટમાં...

સઘન ઝુંબેશના દાવા વચ્ચે મોરબીમાં મેલરિયાના 18 કેસમાં ઉછાળો, 14 કેસ ઓગસ્ટમાં નોધાયા

મોરબી સહિત રાજ્યભરમાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ક્યારેક વરસાદી તો ક્યારેક ભેજવાળું વાતાવરણ રહ્યું હતું. આ ઉપરાંત દૂષિત ખોરાક અને પાણીના કારણે સીઝનલ જાળા ઉલટીના કેસમાં તેમજ શરદી ઉધરસ ઉછાળો જોવા મળ્યો હતો.

આ  ઉપરાંત મોરબી જિલ્લાના પીએચસી સીએચસી અર્બન સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં સતાવાર રીતે નોધાયેલ આંકડા મુજબ જુલાઈ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહમાં જિલ્લામાં સત્તાવાર રીતે મચ્છર જન્ય રોગની વાત કરીએ તો જુલાઈ મહિના કરતા ઓગસ્ટ મહિનામાં ઉછાળો જોવા મળ્યો છે. મોરબી જિલ્લામાં જુલાઈ મહિનાના પ્રથમ ત્રણ સપ્તાહ દરમિયાન મેલેરિયાના 4 ડેન્ગ્યું 1 અને ચીકન ગુનિયાનો સત્તાવાર રીતે એક કેસ નોધાયો હતો જોકે ઓગસ્ટ મહિનાની પ્રથમ ત્રણ સપ્તાહની સ્થિતિ જોઈએ તો 14 જેટલા મેલેરિયા, ડેન્ગ્યું નો 1  કેસ જોવા મળ્યો હતો ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહ સુધીમાં મોરબીમાં ચીકન ગુનિયા કેસ સામે આવ્યા નથી. આરોગ્ય વિભાગ દ્વારા ચોમાસા પહેલા તેમજ જુલાઈ મહિનામાં ડોર ટુ ડોર કેમ્પેઈન હાથ ધરવામાં આવે છે અને મચ્છર ઉત્પતી સ્થળની સફાઈ ,પાણીના સ્થિર જળાશયમાં માછલી મૂકી મચ્છર ઉત્પતિ અટકાવવાના પ્રયાસ કર્યા ના દાવા વચ્ચે મચ્છર જન્ય રોગનું પ્રમાણ વધ્યું છે.

મોરબી જિલ્લામાં મચ્છર જ્ન્ય બીમારી ઘટાડવા આરોગ્ય વિભાગ દ્વારા 21 જુલાઈ થી 31 જુલાઈ સુધીમાં 10 દિવસ ખાસ ઝુંબેશ ચલાવી હતી. જેમાં 2,06,366 ઘરની સઘન તપાસ કરી હતી 7.97 લાખ  સંભવિત સ્થળની તપાસ કરી હતી. જાહેર સ્થળ કે શેરી મહોલ્લા જેવા 5128 પ્લેસમાંર દવા છટકાવ કર્યો હતો. જયારે 5128 પાણીના સ્ત્રોત માં ગપ્પી માછલીઓ મૂકી હતી તેમજ સઘન તપાસ કરી હતી. અગાઉ જે કેસ હતા તે વરસાદી માહોલ પહેલા ના હતા હાલ કેસમાં ઘટાડો થઇ રહ્યો છે તેમજ વરસાદી માહોલ બાદ જ્યાં વધુ કેસ જોવા મળશે, ત્યાં  જરૂર પડે ઝુંબેશ ચલાવશે તેમ જિલ્લા મેલેરિયા અધિકારી ડો વી એલ કારોલીયાએ જણાવ્યું હતું.

તહેવારના સમયમાં શરદી ઉધરસના પણ 982 થી વધુ કેસ નોધાયા

શરદીના 484 કેસ નોંધાયા હતા જયારે ઓગસ્ટના પ્રથમ ત્રણ સપ્તાહમાં કેસની સંખ્યા 494 નોંધાઇ હતી. આમ બન્ને મહિનાના પ્રથમ સપ્તાહ ની કુલ સંખ્યા જોતા જાડા ઉલટીના કેસમાં 982 કેસ નોંધાયા હતા. તેમજ ઓગસ્ટના અંતિમ સપ્તાહનો પણ જો ડેટા એડ કરવામાં આવે તો આંકડા વધી શકે છે. જોકે ખાનગી હોસ્પિટલ કે કલીનીકની સંખ્યા હજુ સામે આવી નથી જેથી આ બે મહિના દરમિયાન સીઝનલ જાડા ઉલટી ના કેસ માં ઉછાળો જોવા મળી શકે છે.
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW