HomeGujaratમોરબી થી અંબાજી સુધીની પદયાત્રા 27મી ઑગસ્ટથી થશે શરૂ

મોરબી થી અંબાજી સુધીની પદયાત્રા 27મી ઑગસ્ટથી થશે શરૂ

શક્તિપીઠમાં અંબાના ધામમાં ભાદરવી પૂનમે શીશ ઝુકાવવા લાખો શ્રધાળુ ઓ આવતા હોય છે. ત્યારે મોરબી થી દર વર્ષે જતો અંબિકા પદયાત્રા સંઘ તા:- ૨૭ ઑગસ્ટના રોજ રવાના થશે.

અંબિકા પદયાત્રા સંઘ સતત ૨૭ વર્ષ થી અવિરત માતાજીના ધામમાં પદયાત્રા રૂપે જતા હોય છે. તેમાં આ વર્ષે પણ મોરબી થી અંબાજી રવાના થવાના હોય ત્યારે આ પદયાત્રાના મુખ્ય આયોજક કુંતાસીના વતની અને હાલ મોરબી રહેતા સુરેશભાઇ નાગપરા અને તેમના પત્ની ગીતાબેન નાગપરાના જણાવ્યા મુજબ તા. ૨૭ ઑગસ્ટના રોજના સવારે માંય ભક્તો વાજતે ગાજતે અને જય અંબેના નાદ સાથે રવાના થશે અને દર વર્ષની જેમ દરેક પદયાત્રીઓ માટે રહેવા-જમવા તથા મેડીકલ સહિત ની તમામ સુવિધા સાથે રાખવામાં આવી છે તથા સેવા ગણમા સતિષભાઈ કોટડીયા, કૈલાશભાઈ નાગપરા, હિતેશભાઇ નાગપરા તથા રસોડા વિભાગ માથી ધનજીભાઇ કાવર, યોગેશભાઈ ઠોરીયા તથા જય અંબે પરિવાર દર વર્ષ ની જેમ આ વર્ષે પણ આ સેવાકાર્ય મા જોડાયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW