HomeGujaratમોરબીના સિરામિક ઉદ્યોગને 5 ટકા GSTના સ્લેબમાં સમાવવા લઘુ ઉદ્યોગ ભારતીની માગ

મોરબીના સિરામિક ઉદ્યોગને 5 ટકા GSTના સ્લેબમાં સમાવવા લઘુ ઉદ્યોગ ભારતીની માગ

મોરબીનો સિરામિક ઉદ્યોગ ટાઈલ્સ અને સેનેટરી વેર ઉત્પાદનમાં  વિશ્વનું બીજા ક્રમનું ક્લસ્ટર છે હાલ 900થી વધારે યુનિટ આવેલ છે. જેમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 10 લાખથી વધુ લોકો રોજગારી મેળવી રહ્યા છે એક તરફ સિરામિક ઉત્પાદન માટે રો મટીરીયલ, ઇંધણ  મોંઘુ થવાના કારણે  ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે બીજી તરફ ચાઈના સાથે હરીફાઈ અને ટાઈલ્સના વિકલ્પ રૂપે હાલ માર્બલ એક વિકલ્પ છે જે  40 થી 60  ટકા મોંઘુ છે

સિરામિક ઉદ્યોગનું વાર્ષિક ટર્ન ઓવર રૂ.70 હજાર કરોડથી વધુનું છે જેમાં 15 હજાર કરોડ એક્સપોર્ટનો સમાવેશ થાય છે ભારતમાં હાલ મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબ પરિવાર માટે નાનું મકના એક સપનું છે અને તેમાં ઉપયોગમાં લેવાતી ટાઈલ્સ કે સેનેટરી વેર જરૂરિયાત છે પરંતુ સતત વધતા ભાવના કારણે તે મોંઘુ થવાથી મકાન બનાવવું મોંઘુ થઇ રહ્યું છે જેના કારણે સામાન્ય પ્રજાને મોંઘવારીનો સામનો કરવો પડે છે

કેન્દ્ર સરકાર દ્વારા  આગામી દિવસોમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરે તેવી શક્યતા અલગ અલગ માધ્યમ માં ચર્ચા ચાલી રહી છે ત્યારે મોરબીમાં સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ ટાઈલ્સ અને સેનેટરી વેર પર જીએસટી સ્લેબ 18 ટકાને સ્થાને 5 ટકા કરવામાં આવે તેવી માગ લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સિતારમણને કરી છે ટાઈલ્સ અને સિરામિક પ્રોડક્ટમાં જીએસટી સ્લેબ ઘટવાથી ઉત્પાદન ખર્ચ ઓછો થશે જેના કારણે તૈયાર મકાનમાં 7થી 8 ટકા ખર્ચ ઘટશે અને લોકોને થોડા ઓછા ખર્ચમાં મકાન ઉપલબ્ધ થશે જેથી કેન્દ્ર સરકાર સિરામિક ઉદ્યોગ ને 5 ટકાના સ્લેબમાં સમાવવા માગ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW