મોરબીથી વાંકાનેર દરરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ ધંધા વ્યવસાય માટે જતા મુસાફરો તેમજ વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લાંબા અંતરની અન્ય ટ્રેનની મુસાફરી કરતા યાત્રીઓ માટે રેલ્વે તંત્ર દ્વારા સુવિધાઓ વધારવાના બદલે સતત ઘટાડો કરી રહ્યું છે મોરબી વાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેનની માંગણી કરી રહ્યા છે લાંબા અંતરની ટ્રેન મળવી તો દુર જે સુવિધા છે તે પણ છીનવી લેવાનું રેલ્વે તંત્ર કારસ્તાન કરવા માગતું હોય તેમ લાગી રહ્યું છે વર્ષોની માંગણી બાદ શરુ થયેલા રાજકોટ મોરબી ભુજ ટ્રેન બંધ થયા બાદ હવે ડેમુ ટ્રેનનું સંચાલન રગડધગડ ચાલી રહ્યું છે રાજકોટ ડીવીઝન તરફથી ચાલતી વાંકાનેર ડેમુ ટ્રેનની ટ્રીપ ફરી એકવાર રદ કરવાનો નિર્ણય લેવાયો છે મંગળવારના દિવસની તમામ ટ્રીપ ટેકનીકલ કારણરસ રેલ્વે તંત્ર દ્વારા રદ કરવામાં આવી છે અને મુસાફરો ને તેમની મુસાફરી માટે આગોતરું આયોજન કરવા સુચના આપી છે

