હળવદ: તા.-22/08/2025ના રોજ કલેક્ટર મોરબીની સૂચના અન્વયે ભૂસ્તરશાસ્ત્રી જે એસ વાઢેરના માર્ગદર્શન હેઠળ હળવદના રાતાભેર ખાતે આકસ્મિક રેડ કરવામાં આવી હતી. જે રેડમાં એક ટાટા હિટાચી કેશરી કલરનું સીરીયલ નંબર sp 200-28669ને સૉફ્ટ મોરમ ખનીજના ગેરકાયદેસર ખોદકામ બદલ અને એક ડમ્પર નંબર GJ-36-V-4009 આશરે 30 મે.ટન સોફ્ટ મોરમ ભરેલી હાલતમાં અને 02 ડમ્પરને સોફ્ટ મોરમ ભરવા હેતુ સ્થળે ખાલી હાલતમાં પડેલ જેના નંબર GJ-36-V-2298 અને GJ-13-AW-7169 પકડવામાં આવેલ સદર ગેરકાયદેસર ખોદકામ મશીનના માલિક જગદિશભાઈ જીવણભાઈ કારોતરા દ્વારા કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.આમ ગેરકાયદેસર ખનીજ ખનન/વહન સબબ તમામ મશીનરીને સીઝ કરી તાલુકા પોલીસ સ્ટેશન હળવદ ખાતે મૂકી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હળવદના રાતાભેર નજીક ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી, એક હિટાચી અને ત્રણ ડમ્પર સહિતનો મુદામાલ જપ્ત
RELATED ARTICLES

