HomeGujaratમોરબી મનપા કચેરી ખાતે 79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ,કમિશ્નર સ્વપ્નીલ ખરેએ...

મોરબી મનપા કચેરી ખાતે 79 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ,કમિશ્નર સ્વપ્નીલ ખરેએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો

દેશમાં આજે 79 માં સ્વાતંત્ર્ય પર્વની આન બાન શાન અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે દિલ્હીથી લઇ દેશના તમામ નાના-મોટા શહેરમા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ ફરકાવી તેની સલામી સાથે તેનું સન્માન કરવામાં આવી રહ્યું છે મોરબીમાં પણ જિલ્લા કક્ષાની ઉજવણી હળવદ શહેરમાં રાજ્ય સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં કરવામાં આવી હતી તેઓએ રાષ્ટ્રધ્વજ ફરકાવી જિલ્લા વાસીઓને સંબોધિત કર્યા હતા

મોરબી મહાનગર પાલિકા દ્વારા  પણ 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણીનું મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં આયોજન કરાયું હતું કમિશ્રર સ્વપ્નીલ ખરે દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને સલામી આપી રાષ્ટ્રગાન કરાયું હતું બાદમાં તેઓએ મોરબી મહાનગર પાલિકા દ્વારા છેલ્લા 8  વર્ષમાં કરેલી કામગીરીની આપી હતી આ ઉપરાંત મોરબી મનપા દ્વારા આવનાર સમયમાં મોરબીના વિકાસ માટે શું આયોજન છે શહેરની ભવિષ્યની જરૂરિયાત ને ધ્યાને લઇ ક્યા નવા નવા પ્રોજેક્ટ લાવવા જઈ રહ્યા છે તેના વિષે માહિતી આપી હતી શહેરની સફાઈ રોડ રસ્તા ડ્રેનેજ સ્ટ્રીટ લાઈટ તેમજ બ્યુટીફીકેશન સહિતની અલગ અલગ કામગીરી અંગે નો રોડ મેપ પણ શહેરીજનો સમક્ષ રજુ કર્યો હતો

બાદમાં મોરબી મનપા કચેરીમાં ફરજ બજાવનાર કર્મીઓ પૈકી શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં મોરબી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ કામગીરી કરનાર શાખાના કર્મી ભુમીબા ગજેન્દ્રસિંહ વાળા  ,શ્રેષ્ઠ ઝોન ઇન્ચાર્જ દીલીપ સિહ નરેન્દ્ર સિંહ રાઠોડ  ને શિલ્ડ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રેષ્ઠ સફાઈ કર્મી  સોલંકી ભાવનાબેન વિનોદ ભાઈને રૂ 10 હજાર નો ચેક અને શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW