HomeGujaratમોરબીના શોભેશ્વર રોડ પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબીના શોભેશ્વર રોડ પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

શ્રાવણ માસમાં ઠેર ઠેર જુગારના પડ જામ્યાં છે. દરરોજ વિવિધ શહેરો ગામોમાંથી પોલીસ અનેક જુગારીઓને પકડીને ગુના નોંધી રહી છે. ત્યારે મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે સામાકાંઠે આવેલ શોભેશ્વર રોડ પર વવાણીયા સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. તે સ્થળે તીનપતીનો જુગાર રમતા અશોકભાઈ બુટાભાઈ જોગડિયા, રમેશભાઈ ચતુરભાઈ પાટડીયા, વિષ્ણુભાઈ ખોડાભાઈ ધંધાણીયા, સોહિલભાઈ ઇકબાલભાઈ બેગ, ચેતન ઉર્ફે પંકજ રવજીભાઈ બારૈયા, પરમેશ્વરકુમાર લાલબાબુકુમાર પ્રસાદ અને અંકિતભાઈ ઓધવજીભાઈ વિરાણીને રોકડ રૂ. 12,500ના મળેલ મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે તે જુગારીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનાની નોધણી કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW