HomeGujaratમોરબીના વિવિધ ગામને જોડતા ત્રણ રોડનું રૂ. 10.25 કરોડના ખર્ચે થશે નિર્માણ,...

મોરબીના વિવિધ ગામને જોડતા ત્રણ રોડનું રૂ. 10.25 કરોડના ખર્ચે થશે નિર્માણ, R&B એ જોબ નંબર ફાળવ્યા

મોરબી માળિયા વિધાનસભા બેઠકમાં આવેલા અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાઓની હાલત સુધારવા માટે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગમાં અવારનવાર કરેલી રજૂઆતને પગલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના આદેશથી મોરબી તાલુકાના ચકમપર જી. જેતપર રોડ, ગાળા બાઇપાસ થી વાઘપરગાળા રોડ રવાપર નદીથી નેશનલ હાઇવે ને જોડતા ત્રણ રોડ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવવા માર્ગ અને મકાન વિભાગ દ્વારા જોબ નંબર ફાળવવામાં આવ્યો છે આ માટે માર્ગ મકાન વિભાગ દ્વારા રાજકોટ માર્ગ મકાનની વર્તુળ કચેરી ન અધિક્ષક ઇજનેરને લેખિત સૂચના પણ આપવામાં આવી છે જેમાં મોરબી તાલુકાના ચકમપર જી.થી જેતપર સુધીના પાંચ કિલોમીટર ને જોડતા રોડ પર 3.75 મી ની પહોળાઈના માટી કામ નાલાકામ અને મેટલિંગ સાથેના સીસી રોડ માટે રૂ.5 કરોડ , ગાળા બાયપાસ રોડ જોઇનિંગ વાઘ પર ગાળા રોડ માટે 1 km ને જોડતા રોડ પર 7 મીટર પહોળાઈ ના માટીકામ નાળા કામ,મેટલિંગ સહિતના સીસી રોડ માટે 2.50 કરોડ રૂપિયા ફાળવાયા છે તો મોરબી ના રવાપર નદીથી નેશનલ હાઇવે ને જોડતા 2.80 કિમીના રોડ માટે 3.75 મી પહોળાઈ માટીકામ મેટલિંગ સીસી રોડ તેમજ નાળા સહિત ના કામ માટે 2.75 કરોડ જેટલી રકમ મળી કુલ 10.25 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તાની સુવિધા વધારો થાય તે માટે મંજુર કરેલ રકમ માટે મોરબી માળિયા ના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW