HomeGujaratમોરબીના ખાનપરમાં 108 ની ટીમે સગર્ભા ની જોખમી પ્રસુતિ કરી માતા અને...

મોરબીના ખાનપરમાં 108 ની ટીમે સગર્ભા ની જોખમી પ્રસુતિ કરી માતા અને બાળકનો જીવ બચાવ્યો

મોરબી તાલુકાના ખાનપર ગામમાં  એક શ્રમિક પરિવારની સંગીતા નામની  મહિલાને  પ્રસુતિ ની પીડા ઉપડી હતી. જેથી તેઓએ 108 ની ટીમને જાણ કરતા મોરબી 108 ના પાઇલોટ કૃષ્ણા સિંહ જાડેજા  EMT  કાજલબેન રાવલ ખાનપર ગામે પહોંચ્યા હતા જોકે જે સ્થળે  સંગીતાબેન નામની  મહિલા  દૂર વાડીમાં  વિસ્તાર રહેતી હતી અને ત્યાં એમ્બ્યુલન્સ પહોંચી શકે તેમ ન હોવાથી મહિલાના પતિ અને 108ની ટીમે તેને ઊંચકી એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા હતા મહિલાની તપાસ કરતા હજુ તેની પ્રસુતિનો સમય જે આપ્યો હતો તેના કરતા વહેલા જ દુખાવો શરુ થયો હતો તેમજ જે સ્થિતિમાં મહિલાની પ્રસુતિ કરવી પડી તે જોતા માતા અને બાળક બન્નેનો જીવ જોખમમાં મુકાઇ શકે તેવી સ્થિતિ હોવા છતાં 108ની ટીમે તેમના અનુભવ અને સુઝબુઝૂથી માતા અને નવજાત બાળકને નવજીવન મળ્યું હતું સફળ પ્રસુતિ બાદ માતા અને બાળકને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,500SubscribersSubscribe

TRENDING NOW