મોરબી સીટી એ-ડીવીઝન પોલીસને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે મોરબી-કંડલા બાયપાસ શ્રીજી પાર્ક મહાદેવ હાઈટસમાં રેડ કરી હતી. જ્યાં ફ્લેટમાં જુગાર રમતા કુલદીપભાઈ ઉર્ફે લાલો કેશવજીભાઈ ઘોડાસરા અને હિરેનભાઈ જગદીશભાઈ વિસોડીયા, ક્રિષ્નાબેન રજનીકભાઈ અંદરપરા અને કોકિલાબેન ઉર્ફે કોમલબેન રાજેશભાઈ ઘોડાસરાને પોલીસે પકડી લીધા હતા. તે સ્થળેથી કુલ રૂ.- 17,100નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

