HomeGujaratમોરબીમાં કાર ધીરે ચલાવાનું કહેતા પાંચ શખ્સોએ બે યુવાનને માર માર્યો

મોરબીમાં કાર ધીરે ચલાવાનું કહેતા પાંચ શખ્સોએ બે યુવાનને માર માર્યો

મોરબી નવલખી બાયપાસ રોડ પર ભગવતી હોલ નજીક આવેલ કૈલાસ પાર્ક સોસાયટીમાં રહેતા મનોજભાઇ ભીખાભાઈ કલોલાએ આરોપી અજાણ્યા પાંચ ઇસમો વિરૂધ્ધ મોરબી સીટી એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, આરોપીઓ મારૂતી સ્ફીટ ફોર વ્હિલ કાર નંબર વગરની ગાડી લઇને નીકળતા મનોજભાઈએ આરોપીઓને ગાડી ધીરે ચાલાવવાનું કહેતા સારૂ નહીં લાગતા આરોપીઓ GJ-18-EC-0027 નંબરની કીયા સેલ્ટોસ ગાડી લઇ આવતા ફરીયાદી તથા સાથી મહેશભાઇને સાથે આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પોલીસે ફરિયાદીની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW