HomeGujaratમોરબીમાં સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર શખ્સ ઝડપાયો

મોરબીમાં સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર શખ્સ ઝડપાયો

મોરબી શહેરના સોની બજાર વિસ્તારમાં તાજેતર એક મહિલાના ગળામાંથી એક શખ્સ દ્વારા દોઢ તોલાના ચેઈનની ચીલ ઝડપ કરી ફરાર થઇ ગયો હતો જે અંગે મહિલાએ નોધાવેલ પોલીસ ફરિયાદ આધારે પોલીસે મૂળ જુનાગઢના વતની અને મોરબીમાં રહેતા એક શખ્સને ઝડપી લીધો હતો અને તેની પે થી સોનાનો ચેન તેમજ ઘટનામાં વપરાયેલ બાઈક જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીમાં રહેતા ભારતીબેન દીપકભાઈ પારેખ નામની મહિલા શહેરની સોની બજાર માં હતા તે દરમિયાન બાઈકમાં આવેલ એક શખ્સે મહિલાની નજર ચૂકવી તેને પહેરેલા રૂ 1.05 લાખની કિમતનો સોનાનો ચેઈન સેરવી ફરાર થઇ ગયા હતા બનાવની મહિલાએ નોધાવેલી ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસ ઘટનાના સીસીટીવી ફૂટેજ તેમજ તેમાં દેખાયેલ બાઈક આધારે આરોપીની શોધખોળ શરુ કરી હતી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા મૂળ જુનાગઢના વતની અને મોરબીમાં રહેતા અજીતભાઈ હરેશભાઈ મુછડિયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી સોનાનો ચેન અને બાઈક સહીત રૂ 1.55 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,570SubscribersSubscribe

TRENDING NOW