આ ચોમાસાની સિઝનની શરૂઆતમાં પાંચેક ઇંચથી વધુ બાદમાં હમણાં બે ઈંચ જેવો વરસાદ તેમજ હજુ દરરોજ ધીમીધારે વરસાદ ચાલુ રહેતા કપાસ, મગફળી સહિતના પાકોનો લીલાછમ છોડવા ઊગી નીકળ્યા છે અને ખેતરોમાં ઉભો પાક લહેરાતા લીલોતરી છવાઈ ગઈ છે. આવી લીલોતરી જોઈને ખેડૂતોના હૈયા પુલકિત થઈ ગયા છે.
મોરબી તાલુકાના તમામ ગામડાઓની ખેતીની સ્થિતિ જોઈએ તો હાલ સારા વરસાદથી પાકની સ્થિતિ એકદમ બહેતર છે અને હાલ તો ક્યાંય પણ.પાકને નુકશાન દેખાતું નથી. જો કે અમુક ગામમાં કપાસ,મગફળી સાથે બીજું ઘાસ ઊગી નીકળ્યું હોય પણ દરરોજ એકધારો વરસાદ વરસતા ખેતરમાં સાંતી જઈ શકતી ન હોય ત્યાં વરાપની ખેડૂતો રાહમાં છે.
મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે ત્રણ લાખ 4 હજાર હેક્ટરમાં ચોમાસું પાકનું વાવેતર થયું છે વાત મુજબ જોઈએ તો સૌથી વધુ 50% થી વધુ એટલે કે 2.7 લાખ હેક્ટર કપાસનું જ્યારે 68,890 હેક્ટરમાં બીજા ક્રમે મગફળીનું વાવેતર થયું છે તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકામાં ચાલુ વર્ષે 58,250 કપાસનું જ્યારે 14,780 મગફળી પાકનું વાવેતર થયું છે માળીયા મીયાણા તાલુકામાં 44,200 ટ્રેક્ટર માં કપાસ અને 350 હેક્ટર માં મગફળીનું વાવેતર થયું છે વાંકાનેરમાં 45,299 હેક્ટરમાં કપાસનું વાવેતર જ્યારે વાંકાનેરમાં 3,875 હેક્ટરનું વાવેતર થયું છે ટંકારામાં પણ 41,730 ટ્રેક્ટર માં કપાસ અને 26, 585 હેક્ટરમાં મગફળી વાવેતર થયું છે ટંકારામાં પણ 18,200 હેક્ટર માં કપાસ અને 20, 600 હેક્ટરમાં મગફળીનું વાવેતર થઈ છે
મોરબી જિલ્લાહાલ 55 ટકા આસપાસ વરસાદ નોધાયો છે નાના છોડવા જ થયા હોવાથી પાકના જીવતદાન માટે મોટાભાગમાં ખેડૂતો સારા વરસાદની રાહમાં છે. ખેડૂતોની ભાષામાં કહીએ તો, ઓણસાલ ખેતી માટે વરસાદ પાણી સારા છે. પણ હજુ માંગ્યા મેહ વરહે તો વરહ સોળ આની સારું જશે.

