HomeGujaratમાળિયામાં નજીવા બાબતે ચાર શખ્સોએ યુવક પર ધારિયા વડે હુમલો કર્યો

માળિયામાં નજીવા બાબતે ચાર શખ્સોએ યુવક પર ધારિયા વડે હુમલો કર્યો

માળિયાના રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાજભાઈ હનીફભાઇ મોવરે આરોપી સોહીલ આદમભાઈ માલાણી, રમજાનભાઈ ઈબ્રાહીમભાઈ કટીયા, ઈમરાન અનવરભાઈ સંધવાણી અને આરીફ અનવરભાઈ સંધવાણી રહે.બન્ને કોળીવાસ, માળીયાવાળા વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ફરીયાદી તથા આરોપી સોહીલને આગલા દિવસે સામાન્ય બોલચાલ થઇ હતી જે બાબતનો ખાર રાખી આરોપીઓ GJ-36-AJ-4674 નંબરની ક્રેટા કારમાં આવી નીચે ઉતરી એજાજભાઈ સાથે બોલાચાલી ઝધડો કરી ફરિયાદીને આરોપીઓએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા અને ધારીયા વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW