મચ્છુ નદીના બંને કાંઠે વસેલા મોરબી શહેર માં દિવસ દરમિયાન વાહનોની અવરજવર રહે છે . એક તરફ મચ્છુ નદી તેમજ શહેરની મધ્યમાંથી પસાર થતી મોરબી વાંકાનેર રેલવે લાઇન ના કારણે ટ્રાફિકજામ એક મોટી સમસ્યા બની છે આ સમસ્યાના હલ માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અગાઉ નગર પાલિકા દ્વારા મચ્છુ નદી પર કોઝવે બનાવવામાં આવ્યા બાદ હવે મહાનગરપાલિકા મચ્છુ નદી પર વધુ એક બ્રિજ બનાવવા જઈ રહી છે મહાનગરપાલિકાની સિવિલ અને સીટી બ્યુટીફિકેશન શાખા દ્વારા સંયુક્ત રીતે બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મચ્છુ નદી નહિ બંને સાઇડ આવન જવન થઈ શકે તેમ જ ટ્રાફિકની સમસ્યા હળવી થાય તે માટે મચ્છુ નદી પર vodafone ની ડાઉન સ્ટ્રીમ માં બ્રિજ બનાવવા માટે ડીપીઆર બનાવી રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યો હતો જે ડી પી આર ને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા મંજૂર કરી ₹39.38 કરોડની ફાળવણીને પણ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ બ્રિજ શહેરના શાંતિવન આશ્રમ થી શરૂ થઈ શા માટે વેજીટેબલ રોડ પર પૂર્ણ થશે જે શહેરના વીસીપરા લાયન્સ નગર અમરેલી રણછોડ નગર સહિતના વિસ્તારોને મોરબી બે સાથે જોડશે જેના કારણે શહેરની મોટી ટ્રાફિક સમસ્યાઓમાં રાહત મળી શકશે
આ બ્રિજ ની અંદાજિત લંબાઈ 16 ગાળાનો અને 10.50 મીટરની કેરેઝ વે તેમજ બંને બાજુ 1.50 મીટરની ફૂટપાથ પણ બનાવવામાં આવશે જેથી ભવિષ્યમાં લોકો વધુ એક સુવિધા મળશે તેમ મોરબી મહાનગરપાલિકાના સીટી ઇજનેર હિતેશ આદરોજા એ જણાવ્યું હતું.

