મોરબી-હળવદ હાઈવે રોડ ઉપર આવેલ આઇ.ટી.આઈની બાજુમાં આવેલ શ્યામ પાર્ક સોસાયટીમાં રહેતા અને મૂળ પાટણ જિલ્લાના વતની જીલભાઈ લક્ષમણભાઈ પટેલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.-19/07/2025ના રોજ ફરીયાદી પોતાનું GJ-09-Q -2105 નંબર બાઈક લઇ વાંકડા રોડ પરથી પોતાની હોટેલે જતા હતા, ત્યારે મોરબી-હળવદ હાઈવે રોડ ઉપર નીંચી માંડલ ગામની સીમમા આવેલ મોમાઇ કોમ્પલેક્ષની નજીક અજાણ્યા કાર ચાલકે પોતાની કાર બેદરકારીથી પુરઝડપે ચલાવી જીલભાઈની પાછળ આવી રહેલ MP-45-ZA-8596 નંબરના બાઈક વાળાને પાછળથી ઠોકર મારતા મો.સા ચાલકને સામાન્ય ઈજા તથા તેની પાછળ બેઠેલ સાથીને માઈનોર હેમરેજ જેવી ઈજા પહોચાડી તેમજ ફરીયાદીના બાઈકને પાછળથી ઠોકર મારતા ફરીયાદીને ઈજાઓ પહોચી હતી. આ બનાવ અંગે ફરિયાદીની ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

