HomeGujaratCentral Gujaratબિલ્ડરના જન્મ દિવસ નિમિતે રાખેલી બર્થ ડે પાર્ટીમાં પોલીસની રેડ 26 ...

બિલ્ડરના જન્મ દિવસ નિમિતે રાખેલી બર્થ ડે પાર્ટીમાં પોલીસની રેડ 26 યુવતીઓ સહિત 39 પીધેલા પકડાયા

જન્મ દિવસની પાર્ટીના નામે નબીરાઓ  મોંઘી રિસોર્ટ બુક કરાવી તેમાં ઉજવણી કરતા હોય છે અના ઉજવણીના બહાને  દારૂ પરીસવવો જાણે એક ફેશન બનાવી દીધી હોય તેમ આવા નબીરાઓ  દારૂ બંધીના ધજાગરા ઉડાડી  મહેફિલ માણતા હોય છે  અને પોલીસને પણ જાણે ખુલ્લી ચેલેન્જ કરતા હોય છે

પરંતુ ક્યારેક નબીરાઓને આ ચેલેન્જ ભારે પણ પડી શકે છે અને તેવી ઘટના સોમવારે મોડી રાત્રે અમદાવાદ ગ્રામ્ય પોલીસે સાબિત કરી છે અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે રવિવારે મોડી રાત્રે  બિલ્ડર પ્રતિક સાંઘી તેના  બર્થ ડે  નિમિતે  હાઇપ્રોફાઇલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં દારૂ પણ પીરસાઈ રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી આ આ બાતમી આધારે પર સાણંદ પોલીસે રેડ કરી હતી. રિસોર્ટમાં પાર્ટી માણવા આવેલા 100 લોકોની પોલીસે  તપાસ આદરી હતી, તપાસ દરમિયાન 13 યુવકો અને 26 યુવતીઓ મળી  કુલ 39 લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા.  જે બાદ તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જે બાદ રાતના 3 વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW