મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમીના આધારે નાની વાવડી ગામે રેડ કરી હતી. જ્યાં બાલા હનુમાન સોસાયટી જી.ઈ.બી. ઓફીસની પાછળ ચોકમાં જુગાર રમતા પ્રવીણભાઈ પ્રેમજીભાઈ વશીયાણી, કાનજીભાઈ રૂગ્નાથભાઇ મોરડીયા, મીનાબેન કાનજીભાઇ ખટાણા, સમાબેન સફીભાઇ મોટલાણી, પુજાબેન લાભુભાઇ ઠાકોર અને કલ્પનાબેન અંબારામભાઇ ગોપાણી નામના છ જુગારીઓને કુલ રોકડ રૂ.- 27,500ના મળેલ મુદામાલ સાથે ઝડપી લઇ પોલીસે તે તમામ સામે જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

